Description
[sp_wpcarousel id=”1031″]
શ્રી નારાયણ માધુ લિખિત ‘દીર્ઘદ્રષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડ’ નામક આ પુસ્તકનું વિમોચન માનનીય મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થયું. આ પુસ્તક મહારાજા સયાજીરાવના શાસનકાળ દરમિયાન તેમણે કરેલા પ્રજાલક્ષી કામો પર આધારિત છે. જેમણે ૬ થી ૧૪ વર્ષના બાળકો માટે ફરજિયાત પ્રાથમિક શિક્ષણ કે જે આજથી ૧૧૦ વર્ષ પહેલાં દાખલ કર્યું, અસ્પૃશ્યતા નિવારણ માટે પુષ્કળ પ્રયત્નો કર્યા, 1908માં બેંક ઓફ બરોડાની સ્થાપના કરી, મહર્ષિ અરવિંદ, ડૉ. આંબેડકર તથા મહાન ચિત્રકાર રાજા રવિ વર્મા ને વડોદરા લઈ આવ્યા. એમ.એસ.યુનિવર્સિટી, ન્યાયમંદિર, લક્ષ્મી વિલાસ પેલેસ જેવી ઈમારતો એમના સમયમાં આકાર પામી.
આ સિવાય તેમણે કરેલ સમાજ સુધારા તથા દૂરંદેશીતા દ્વારા કુશળ વહીવટી સુઝ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે અનેક પાસાઓ પર આ પુસ્તકમાં વિગતે કહેવાયું છે. આવા પ્રજાવત્સલ મહારાજા વિશે ગુજરાતમાં ઓછી જાણકારી છે જેનો પુસ્તક સ્વરૂપે ઉતારવાનો વિનમ્ર પ્રયાસ છે.
પુસ્તકના લેખક શ્રી નારાયણ માધુ અધિક કલેકટર અને જોઇન્ટ કમિશનર હાયર એજ્યુકેશન તરીકે ગુજરાત સરકારમાં સેવાઓ આપે છે. તેઓ એન્વાયર્ન્મેન્ટલ એન્જિનિયરિંગ ડિગ્રી ધરાવે છે તથા તેઓ અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેમણે સમાજ સેવા કરતી 40થી 50 આવી સંસ્થાઓને સાથે જોડી સેલ્ફ સ્ટાર્ટર ઓફ ગુજરાત નામનું પ્લેટફોર્મ ઉભું કર્યું છે છે,જેના દ્વારા સતત અનેક પ્રકારના પ્રજાલક્ષી સેવા કાર્યો થઈ રહ્યા છે.
Bhargavi Purohit –
Inspirational
પંકજસિંહ એન જાડેજા . રાજકોટ –
ખરેખર માણવા જેવું પુસ્તક તો ખરું જ પણ સાથોસાથ વસાવવા જેવું પણ ખરું જ. આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણેનું પુસ્તકનું કલેવર અને લે આઉટ ખૂબ જ ચિતાષર્ક. પ્રિન્ટિંગ, ફોન્ટ ઉડીને આંખે વળગે એવા સુંદર. જે તે સમયના દુર્લભ ફોટોગ્રાફ્સ પુસ્તકમાં ચાર ચાંદ લગાવે તેવા છે. ગાયકવાડ વિશેની ઘણી બધી એવી માહિતી ઉજાગર થઈ છે જે જાણીને આશ્ચર્ય થયું. તલસ્પર્શી વિગતો જોઈને એક જ બેઠકે આખું પુસ્તક વાંચી ગયો… વિદ્યાર્થીઓ, અભ્યાસુઓ તેમજ ઇતિહાસવિદોએ વસાવવા યોગ્ય પુસ્તક.
ઉદય ભટ્ટ –
અત્યંત ઉત્તમ કક્ષાનું પ્રસ્તુતિકરણ આ માહિતીસભર કોફી ટેબલ બુકમાં કરવામાં આવ્યું છે. આ માટે લેખક, પેજ સેટર તેમજ પબ્લિકેશન હાઉસને સાધુવાદ આપવા ઘટે એમ છે.
sandip dhamecha –
Good book
I enjoyed reading it
Vineeta Sharma –
I was looking for a coffee table book,
I found this worth reading and sharing as a gift.
મયૂર –
આબાલવૃદ્ધ સૌને આકર્ષે એવું અને સચોટ વાગ્ધારાવાળું મારા પ્રિય પુસ્તકની યાદીમાં સામેલ થતું પુસ્તક.વાંચવાની શરૂઆત કરીએ પુસ્તક છોડવાનું મન જ ન થાય.